Facebook Badge

सोमवार, 19 दिसंबर 2011

"જીવ નું શિવ સાથે ના સંબધો નું ઉદ્ભવ સ્થાન "

       "પૂર્ણ અહિંસા અને જીવ માત્ર ની નિશ્વાર્થ સેવા ના કાર્ય સ્વરૂપ હે સાક્ષાત પરમાત્મા ..
       હું તને વંદન કરું   છું .હે પરમકૃપાળુ પરમાત્મા મારા પ્રત્યેક જન્મ ની ક્ષણ  ક્ષણ પૂર્ણ  અહિંસા  અને જીવ માત્ર ની નિશ્વાર્થ સેવા કરવાના કાર્ય માં વ્યતીત થાય તેમજ પ્રત્યેક જન્મ ની ક્ષણે ક્ષણે પૂર્ણ અહિંસા અને જીવ માત્ર ની સેવા ની આ ભાવના ને એક ક્રાંતિ ની માફક પ્રસ્થાપિત કરતો રહું /કરતી રહું .એવી પ્રચંડ શક્તિ તારા તરફ થી મળતી રહે એવી પ્રભુ તને હું પ્રાર્થના કરું છું .." ...
                  આ પ્રાર્થના ના રચયિતા  તથા તેમનાં  શિવ ભક્ત પિતા  વિષે આજે કંઈક તેમના સબ્દો માં લખવા જઈ રહ્યો છું   .. ઈન્ટરનેટ નું માધ્યમ આજે ખુબજ પ્રચલિત થઇ રહ્યું છે ..  અને કોઈ પણ રચના ને વધુ માં વધુ ફેલાવવા માટે ખુબજ સરળ માર્ગ પણ બની રહ્યો છે .. તેનાથી પ્રભાવિત થઇ ..
કાંતિ ભાઈ વૈકુંઠ રામ જાની જેઓ આ પ્રાર્થના ના રચયિતા રાજેશ ભાઈ ના પિતા શ્રી તેઓ પોતાની
એક સ્વ રચિત અનુભવ ગાથા મને બ્લોગ ઉપર પોસ્ટ કરવા માટે આપી ગયા હતા ..તે થોડા મારા સબ્દો ઉમેરી  અહી પ્રસ્તુત કરુછું ..

               " પુનર્જન્મ  ની વિરલ  ઘટના નું ઉદ્ભવ સ્થાન " તેમને આ જ શીર્ષક  આપ્યું હતું ..
 પરંતુ હું તો કહી સકીશ   "જીવ નું શિવ સાથે ના સંબધો  નું ઉદ્ભવ સ્થાન "
        
              ઉત્તર ગુજરાત ના વઢિયાર પ્રદેશ ના ધર્મારણ્ય ક્ષેત્ર માં આવેલ ત્રણ  મહાન તીર્થ સ્થાન  લોહેશ્વર  મહાદેવ ,શંખેશ્વર જૈન તીર્થ ,અને ખોડીયાર માતા તીર્થ  ..ની મધ્ય માં આવેલ મુજપુર નામે તેજસ્વી ભૂમિ કે  જે  સ્વામી સચ્ચિદાનંદ જી ,શિવાનંદજી, શુક્લાજી બાપજી જેવા સંતો ની પ્રગટ ભૂમિ છે ..
              મુજપુર ની નજીક માં સમી ગામે વસતા બચપણ થી જ દઢ ધર્મ પારાયણ સંસ્કારો એ (શ્રીમાળી )બ્રાહ્મણ એવા  કાન્તીભાઈ વૈકુંઠ રામ જાની કે જેઓ  નિવૃત આદર્શ શિક્ષક...  રાષ્ટ્ર હિત ની પ્રવુતિ તેમજ બ્રહ્મ કાર્યો જેવાકે સંધ્યા  ..ગાયત્રી ઉપાસના  તેમજ શિવ  ની પરમ ભક્તિ  માટે  ઈશ્વર પ્રણીધાન ના માર્ગે સતત  ચાલતા રહેતા ..તેનાજ પરિણામે  તેમને  જીવન માં અનેક સંકટો વચ્ચે અનેક અવનવા અનુભવો મળતા રહ્યા ..તેમનાજ કેટલાક અનુભવ અહી મૂકી  રહ્યો છું ..કે જે ભારતીય સંસ્કૃતી ની મહાનતા ના દર્સન કરાવે ...
             તેમની એક અનુભવિત પુનર્જન્મ ની વિરલ ઘટના ...જેમાં તેમના શિવ પ્રત્યે ના અતુટ વિશ્વાસ ની પ્રીતિતી કરાવે છે ...
          તેમના જ શબ્દો માં કહુતો ..વિશ્વ માં ક્યાય પણ ના ઘટી હોય તેવી આ અલૌકિક ઘટના તેમના જીવન દર્શન ના ભાગ રૂપે ગીનીઝ બૂક માં સ્થાન પામી સકે તેવી આ વિરલ ઘટના ...
         આ ઘટના ભારતીય સંસ્કૃતિ ને પોતાની અજ્ઞાનતા ને કારણે ના સમજી શકનાર લોકો ની આંખ ખોલનારી છે .અને તેને સમજી સકે કંઈક અંશે પણ તેમને તેની આ શિવ ઉપાશના
ની પ્રચંડ શક્તિ નું દર્શન કરાવનારી  છે ... સાથે સાથે  બ્રહ્મ માર્ગ થી વિમુખ થતા બ્રહ્મ સમાજ ને તેની મંત્ર ઉપાસના શક્તિ ના મુલ્યો તેમજ રહસ્યો નું દર્શન કરાવી ..તે માર્ગ તરફ વળવા પ્રેરણા  પૂરી  પાડનારી છે ....
           તેમના જ સબ્દો માં લખું તો મારે ,મારા સને ૧૯૮૦ ના વર્ષ ની એક અદભૂત અનુભવ ની વાત કહેવી છે ..પરંતુ તેની પૂર્વ ભૂમિકા રૂપે પ.પુ ડોંગરેજી  મહારાજ ની  ભાગવત કથા માં સાંભળેલો એક પ્રસંગ  કહેવો જરૂરી છે ...શ્રી કૃષ્ણ ની સાથે ગોપ બાળકો ની સાથે શ્રી શાંડિલ્ય મુની નો ઋષિ કુમાર  મધુ મંગલ પણ રોજ  વાછરડા ચરાવવા જતો..... દરેક ગોપ બાળકો કનૈયા માટે કંઈક ને કંઈક રોજ લાવતા હતા ..પરંતુ આ ઋષિ કુમાર કઈ પણ ના લાવતો ..એક દિવસ શ્રી કૃષ્ણે તેને પૂછ્યું દરેક મિત્ર મારા માટે કશું ને કશું લાવે છે પરંતુ તું તો મારા માટે કંઈજ લાવતો  નથી આવું કેમ ..? તો ઋષિ કુમારે કહ્યું મારા પિતા રોજ પ્રભાત માં સંધ્યા ની સાથે સાથે ગાયત્રી મંત્ર ની ૨૪ માળા કરેછે અને પછી અગ્નિ હોત્ર વગેરે કરતા હોવાથી બપોર નું ભોજન ઘરમાં બનતું નથી  એટલે હું આં છાશ શિવાય કંઈજ લાવતો નથી ..અને આ છાશ પણ ખુબ ખાટી હોવાથી હું તને આપી સકું તેમ નથી ..
         પરંતુ કનૈયા એ તો તે બ્રહ્માન કુમારની છાશ માંપણ મંત્રો નું કેટલું સત્વ સમાયેલું છે તે જાણી લીધું ..અને છાશ નું પાત્ર ઝુંટવી લેવા પ્રયાસ કર્યો ..પણ તે પહેલા જ ઋષિ કુમારે તે પાત્ર મુખે લગાવી બધી છાશ પી લીધી .પરંતુ ઉતાવળ ના લીધે તેના બંને ગાલે છાશ રેલાવા લાગી હતી ... તો કૃષ્ણ  એ ગાલ જ ચાટવા લાગ્યા હતા ...આ ઉપરથી મને બ્રહ્મ ધર્મ અને કર્મ નો કેટલો મહિમા છે તે સમજાયું .અને
               શાંડિલ્ય મુની ના પગલે મેં પણ દરરોજ સંધ્યા ની સાથે સાથે ગાયત્રી મંત્ર ની માળા કરવાનું પ્રણ લીધું ... આ ક્રમ સાત થી આંઠ મહિના થી ચાલતો હતો અને મને અચાનક કંઈક અનિષ્ઠ બનાવાનો આભાસ થયો ...મને લાગ્યું કે મારો પુત્ર કનું પાણી થી ડૂબી જઇ મ્રીત્યું ને શરણ થયો છે ..હું જરા પણ વિચલિત ના થયો કારણકે મને અતુટ શ્રદ્ધા સાથે વિશ્વાસ પણ હતો કે પ્રભુ જે પણ કરશે તે સારા માટેજ કરશે ..અને આ શક્તિ મને સંધ્યા તેમજ ગાયત્રી  મંત્ર ના બળ  થી જ પ્રાપ્ત થઇ હતી ..
      એવામાં શ્રાવણ માસ બેશાવામાં હતો ..મને પ્રેરણા મળી કે આ મહિનો શાળા માં રજા મૂકી
આખ્ખો માસ શિવાલય માં બેસી રુદ્રાભિષેક કરવો .. અને મેં પણ પ્રભુ ની ઈચ્છા  ને માન આપી  
શરૂઆત કરી પ્રથમ દિવસે બે .પછી ત્રણ ..ચાર .અભિષેક કરવા લાગ્યો ...વળી મને અચાનક કંઈક અનિષ્ઠ બનવા ના ભણકારા વાગવા લાગ્યા ..મને લાગ્યું કે મૃત્યુ મારી પાછળ જ ઉભું છે ..આ બધા દિવસો અમે મારા પુત્ર કનું ને વધારે બહાર જવા દેતા નહિ ..રાત્રે પણ જો તે ક્યાય ગયો હોય તો તેને બોલાવી પ્રાર્થના કરી સુવડાવી દેતા ...જન્માષ્ટમી નો દિવસ હતો ..
આખો દિવસ રજા હતી ..હવે તહેવાર ના દિવસે તો તેને મંદિર જતા કે બહાર જતા રોકી શકાય તેમ નજ હોય ને ...તે જ રાત્રે તે બહાર ગયો .....તે ગયો ..મોડે સુધી પરત ના આવ્યો ..ઘરમાં બધાને લાગ્યું કે મોડું થવાને કારણે કોઈ મિત્ર ના ઘેર સુઈ ગયો હશે ..
               સવારે .હું મારા નિત્યક્રમ મુજબ સંધ્યા અને માળા કરી શિવાલયે અભિષેક કરવા નિશ્ચિંત થઇ ચાલ્યો ગયો હતો ..પરંતુ ઘરમાં શોધ ખોળ  થવા લાગી ..લગભગ અગિયાર વાગે મારા બા મારી પાસે આવી મને કહેવા લાગ્યા ..ઉભો થા ..કનું રાત્રે ગયો હતો તે હજુ શુધી ઘરે આવ્યો નથી ..તેને બહાર જઇ શોધી લાવ .. મેં બા ને કહ્યું બા હું ક્યાં બેઠો છું ..તે તમેજ વિચારો ...?શિવ ના શરણે ..અને શિવ એટલે કલ્યાણ જે બનવાનું હશે તે બનશે પરંતુ શારુ જ  બનશે  ... પરંતુ બા ની  મરજી નું પાલન તો કરવું જ રહ્યું ..કનું ખુબજ સારો તરવૈયો હતો એટલે મને તેની પાણી થી ભય ની તો કલ્પના જ ના હતી ..બા ના કહેવાથી જ મેં પોલીસ માં કનું ના ગુમ થવાની ખબર આપી ..તેના દરેક મિત્રો ની પૂછ તાછ કરી રાધનપુર કદાચ
સિનેમા જોવા ગયો હોય તો ત્યાં પણ તપાસ કરી ..પરંતુ ક્યાય ભાળ મળી નહિ ..સાંજે ચાર વાગે હારી થાકી ને ઘર તરફ વળ્યો ..બસ સ્ટેસને બેસી ગાયત્રી માતા ને પ્રાર્થના કરી ..હે માં મારા પુત્ર ને જીવતો અથવા .મૃત્યુ પામેલો પણ તું જાહેર કર ...
          ત્યાતો મને સમાચાર મળ્યા કે પાણી ભરવાના કુવા પાસે નાહવા ના ઘટ પાસે ઉભો ને ઉભો મૃત પામેલો કનું દેખાયો છે ..હું તરત જ ઘેર પહોચ્યો ..તેને મૃત અવસ્થા માંજ ઘર ની ખડકી માં  લાવી શુવાડેલો હતો ..તેનું ઓજશ ભર્યું સરીર જોઈ મને શિવ પ્રત્યે અનહદ અહોભાવ પૈદા થયો .કે જેની હું કલ્પના પણ ના કરી સકેલો ..મેં કહ્યું દાદા ની સન્મુખ બેસી મેં જે પરિશ્રમ કર્યો તે બધો સફળ થઇ ગયો  તમે આ પુત્ર ને કેવું સુંદર મૃત્યુ આપ્યું ..કુકરાના ગામ  ના મારા મિત્ર અંબાલાલ પટેલ ત્યાં બેતેલા તેઓ તો આશ્ચર્ય થી જોઈ રહ્યા કે કેવા વ્યક્તિ  છે કે સત્તર વર્ષ ના જુવાન જોધ દીકરા ના મ્રત્યુ નો પણ તમને જરા રંજ નથી ..એક આંસુ  પણ નથી ..મને જાણવા મળ્યું કે
       કનું રાત્રે મિત્રો સાથે તળાવ કિનારે ગયો હશે અને ત્યાં બીડી પીવાને કારણે બેભાન થઇ ગયો અને તે તળાવ માં પડી મ્રીત્યું પામ્યો હતો ..આમતો કનું ને બીડી પીવાની લત પણ નહોતી ..અને તરવામાં પણ માહિર હતો ...છતાં  પ્રભુ ને ગમ્યું તે ખરું ...
          આ બધું જોઈ મારા બા મને કહેવા લાગ્યા કે દેવ ની પાછળ આટલું બધું ના પડી જવાય . મેં બા ને કહ્યું બા પ્રભુ જે પણ કરેછે તે સારા માટે જ કરે છે ..આમાં કોઈ ગર્વ ની વાત નથી પરંતુ ઈશ્વર નિષ્ઠા ની કશોટી માંથી દાદા એ મને હેમ ખેમ પર ઉતાર્યો ..મને વિશ્વાસ હતો કે પ્રભુ જે પણ કરે છે તે મારા ભલા માટેજ કરેછે ..
                  માંડ એકાદ બે માસ વીત્યા ત્યાં તો ..કનું કોઈને પ્રેત યોની માં દેખાયો ...
તે વખતે પાણી ના નળ હતા નહિ ..પાણી કુવા પર થી ભરી લાવવું પડતું હતું ...કોઈ સ્ત્રી મોડી સાંજે કુવે પાણી ભરવા ગઈ હશે તો તેના શરીર માં તેનો પ્રવેશ આવી જતો
સ્ત્રી નું વર્તન બદલાઈ જતું ..અને જો તેને પૂછવામાં આવે કે તું કેમ આવું કરેછે તો ..સ્ત્રી જવાબ આપતી કે હું નર્મદા બા નો કનું છું ..કોઈ પૂછે કે કેમ આવ્યો છે તો કહે કે ..બીડી પીવા માટે ..જયારે સ્ત્રી ના ઘરના ..બીડી ઘટ ઉપર જઇ મૂકી આવેતો સ્ત્રી શાંત થઇ જતી ...આવા તો બે ચાર બનાવો ની વાત મળી ..
      મને પણ લાગ્યું કે અપ મૃત્યુ થવાને લીધે તે પ્રેત યોની માં ગયો હશે ...
માટેજ આંઠ એક  
  મહિના વીત્યા ..અને હું તેના ફૂલ ..(અસ્થી)    લઇ ચાણોદ નર્મદા કિનારે જઇ
વિધિવત રીતે તેનું તર્પણ કરી  નર્મદા માં પધરાવી આવ્યો ...
      પ્રેત યોની માંથી મુક્ત થયા બાદ તેની માતા ના  ગર્ભ માં આવ્યો ..ત્રણ ચાર માસ બાદ તે મને નાના બાળક ના રૂપ માં સ્વપ્ન માં દેખાયો ..મેં તને ચુંબનો થી નવડાવી દીધો ..હું તો અવાચક જ બની ગયો .. સ્વપ્ન માટે બોલ્યો મોટા ભાઈ ..તે મને મોટા ભાઈ કહી ને જ બોલાવતો ..આટલો બધું ...શું ..?મેં તેને કહ્યું બેટા પુત્ર માટે પિતા નો પ્રેમ બતાડવા માટે નથી હોતો ..જયારે તું પિતા બનીશ ત્યારેજ તને ખબર પડશે ..
   પુરા નવ મહીને પોષ મહિના ની  નવંમી તિથી  રવિવારે સાડા દસે તેનો જનમ થયો ..
     
માંડ ૬ થી ૮ મહિના નો થયો હશે ત્યાં અંગને પડેલા બીડી નાથુંઠા  વીણવા લાગ્યો ....
કોઈ બીડી પીનારા આવે તો  અને બીડી પિતા જોવે તો મૌનાં શુન્શવતા બોલાવે ..
 થોડું બોલતા શીખ્યો એટલે કોઈ તેને પૂછે કે બીડી પીવી છે તો તરત જ હા પડે ...
આ બીડી ની વાસના તેને અઢી વર્ષ શુધી રહી ..એક દિવસ હું તેને ઘાટ પાસે થી નીકળ્યો એટલે તે બોલ્યો મોટા ભાઈ આ પાળી પર બેસી મેં બીડી પીધેલી અને હું પડી  ગયેલો ..આ સ્મૃતિ તેને ત્રણ વર્ષ સુધી રહી ..મને પણ એક વાત નો સંતોષ થયો કે જે હાથે પ્રભુ એ મારી પાસે પુત્ર લીધો હતો તે જ હાથે મને મારા રાજેશ  ના રૂપ માં પરત કરી દીધો ...
      પાણી માં ડૂબી  મૃત્યુ થવું આમ તો સામાન્ય ઘટના ગણાય  પરંતુ ..આવડા મોટા તળાવ માં આ કાંઠે થી સામે કાંઠે તારી ને આવનારો તરવૈયો યુવાન કાંઠા ઉપર ડૂબી સકે ...!વળી રાત્રે એક વાગે પડેલો તે છેક બીજા દિવસે સાંજ ના ચાર વાગે ઉભો ને ઉભો દેખાય તે !
સવાર થી સાંજ ના ચાર વાગ્યા સુધી કેટલાયે માણસો ત્યાં આવવા છતાં .માને પ્રાર્થના પછી જ દેખાય ...!આંઠ માસ પ્રેત યોની માં રહી એનીજ માતા ના ઉદર માં  આવી અને જન્મ ધારણ કરે આ એક અસામાન્ય ઘટના જ કહે વાય ને ..!
 તા ૧૭- ૦૧ -૧૯૮૨ નો જનમક આંઠ પણ શાસ્ત્રો ની દષ્ટિ એ રહસ્ય ભર્યો જન્મ બતાવે છે ..
  રાજેશ નો જન્મ જેમ રહસ્ય ભર્યો છે તેમ જ તેના માં કુદરતે મુકેલી શક્તિ પણ રહસ્ય  ભરી છે ..તે બધી લખીને મારે તે ની પ્રસંસા કારવી નાનાથી ..પરંતુ તેને જે પ્રાર્થના ની રચના કરી છે તેજ ઘણું બધું કહી જાય છે ..
        છેલ્લી વાત એ છે કે આવા રહસ્ય ભર્યા જન્મવાળા ના બૌધિક ક્ષમતા ભર્યા આદર્શો ઘણા ઊંચા હોય છે ..કઠોર પરિશ્રમ કરવાની શક્તિ હોય છે .જ્યાં પણ જાય ત્યાં પોતાના સ્વભાવ થી અને કાર્ય થી સામાનો ખુબ ખુબ પ્રેમ સંપાદન કરે છે .છતાં વર્તમાન યુગ ની મોટી ઉપલબ્ધી ઉચ્ચશિક્ષણ દ્વારા ભારે પગારની નૌકરી અને નૌકરી કરતી ભણેલી છોકરી સાથે પૈસા દ્વારા વૈભવ અને વિલાસી જીવન માં સત્વરે ગોઠવાઈ શકતા નથી ...
વિશ્વ માં પુનર્જન્મ ના અનેક બનાવો વખતો વખત બનતા રહેછે .અને વર્તમાનપત્રો દ્વારા પ્રકાશિત થતા રહે છે .પરંતુ રહ્શ્યભાર્યા મૃત્યુ બાદ પ્પ્રેત્યોની માં જઇ એનીજ માતા ના ગર્ભ માં આવી જન્મ ધારણ કરતો આ કિસ્સો માત્ર વિરલ જ નહિ પરંતુ ભારતીય હિંદુ સંસ્કૃતિ ની શિવ ઉપાસના ને વિશ્વ માં શિરમોર શીદ્ધ કરનારો છે .
          તે સાથેજ વિશ્વભરમાં બ્ર્હામ્સમજ ને પોતાના બ્રહ્મત્વ નું ગૌરવ અપાવનારો છે ..
સાથે સાથે પાશ્ચાત્ય ભોગ વાદી પ્રવાહ માં તણાતા અને અંગ્રેજી માધ્યમ માં ભણતા યુવક યુવતી ઓને પોતાના હિંદુ ધર્મ ની ઉપાસના પદ્ધતિ ની કોઈ ફલશ્રુતિ જોવા જાણવા ના મળતી હોય તેમને પણ પોતાના ધર્મ નું ગર્વ લેવા માટે આ ભારતીય સંસ્કૃતિ ની ઉપાસના પદ્ધતિ માં કેવી અને કેટલી મહાન શક્તિ રહેલી છે તેનું દરસન કરાવનારો પણ છે ..
    આની સાથે બચપણ થી મળવા જોઈતા ધર્મ શિક્ષણ ના અભાવે અને ભોગ વિલાસ ના વધતા રહેલા વૈજ્ઞાનિક ઉપકરણો ને લીધે દિન પ્રતિ દિન સંધ્યા ..ગાયત્રી ..શિવ પૂજા થી વિમુખ થતા જતા બ્રહ્મ સમાજ ને પ્રેરણા નું ભાથું આપનારો પણ છે ....
  
        

                         
             
      
        

                      
                
             
 ..

कोई टिप्पणी नहीं:

एक टिप्पणी भेजें