Facebook Badge

बुधवार, 7 दिसंबर 2011

ઘાવ ની પીડા

વાર્તા રે વાર્તા
ભાભુ ઢોર ચારતા
છોકરા સમઝાવતા.....
એક છોકરું રીશાણું....
કોઠી પાછળ સંતાણું  ..
કોઠી પડી આડી ..
છોકરે બૂમ પાળી..
અરરરર માળી......
       બાળપણ માં આ વાર્તા માં  ખુબ મઝા આવતી ... કદાચ દરેક ગુજરાતી ને આ વાર્તા સંભાળવા મળી જ હશે ...ખરું ને ....
         ખરે ખર ..આવી  નાનકડી પંક્તિ ઓ પણ એ વખતે એક અનેરો આનદ આપી જતી ... ..તો આજે ક્યાંક થી શાંભળેલી એવી જ એક સરસ લઘુ કથા  લખવાની ઈચ્છા છે ... કદાચ આપ સહુને ગમે તો મને પણ આનંદ થશે ...
 વાત છે  શોરઠ ભૂમિ ની .........
        નાનકડું એક ગામ ..ગામ ના મુખી  ને ત્યાં ડાયરો જામ્યો છે .....ડાયરા માં નવી પમાડે એવી વાત એક જ હતી ..કે મુખી  ના ઢોલીયા પાસે વન નો રાજા સાવઝ બેઠો હતો ...અને મુખી તેના માથા ઉપર હાથ ફેરવતા હતા ...ગામ લોકો ને તો આરોજ નું હતું  ..પણ બહાર થી આવેલ મહેમાનો માટે ..અચંબિત  હતી .
        ઘણા  સમય પહેલા મુખી પોતાનો ઘોડો લઇ જંગલ માં ફરવા માટે ગયા હતા ..ત્યાં તેમને એક સાવઝ ને પીડા થી કણસતો જોયો ...પણ આતો સાવઝ  તેની પાસે જવાની હિંમત કોણ કરે ..મુખીએ જોયું કે સાવઝ ના પંજા માં મોટી શુલ ભોકાઈ ગયી હતી ..અને તેની પીડાથી સાવઝ કણસી રહ્યો હતો ..મુખીએ હિંમત કરી તેની પાસે ગયા અને તેના પગ માંથી શુલ બહાર કાઢી ...અને તેઓ સાવઝ ની ખુબજ કાળજી લઇ તેના પંજા ની સારવાર કરી ....ત્યારથી જ  સાવજ અને મુખી વચ્ચે ગાઢ મૈત્રી થઇ ગઈ ..અને સાવઝ ત્યારથી જ મુખી ઘેર  જ મુખી ની સાથે જ રહેવા લાગ્યો ..
       એક દિવસ ની વાત છે મુખી પોતાના ચોક માં ઢોલીયો ઢાળી ને બેઠાછે ...પાસે જ રોજ ની જેમજ સાવજ પણ બેઠો છે ..ત્યાજ બહાર થી અતિથી  આવેછે ..ડેલીએ થી જ મુખી અને મુખી ની પાસે જ બેઠેલા સાવજ ને જોઈ ...તેઓ ત્યાજ ઉભા રહી જાય છે ..અંદર આવતા ડરે છે ... મુખી ઘણું જ સમજાવે  છે ...આવી જાઓ ભાઈઓ આતો મારો મિત્ર છે ...આપને કોઈ નુકશાન નહિ પહોચાડે ..છતાં આતો શિહ  વન નો રાજા તેને જોઈ ભલભલા શુરવીરો ના હાંજા ગગડી જાય ...છેવટે મુખી એ અતિથી ને કહ્યું ..ભાઈ આવી જાઓ આતો મારા પાળેલા કુતરા જેવો છે ...તેના થી ડરવાની કોઈ જરૂર નથી ...આટલું શાભળતાં ની સાથે જ શિહ ના રુંવાટા ખડા થઇ ગયા ..પરંતુ તે વખતે તો તે સમ શમી ને બેસી રહ્યો ...
         પરંતુ અતિથી ના જતા  ની સાથે જ તે ઉભો થઇ ગયો .તેને મુખીને કહ્યું ...આજે તે જે મારી સારવાર કરી હતી તે બદલે તે મને માંઝ્બૂર કરી દીધો નહીતર .......પરંતુ ...હવે તું સામે પડેલો કુહાડો હાથ માં લે અને અત્યારેજ મારા માથા માં ઘાવ કર ...મુખી ખુબ કરગરવા લાગ્યો ...પરંતુ સાવજ ત્રાડ નાખી કહ્યું ...કુહાડો હાથ માં લઇ લે ...અને મુખી એ કુહાડો લઇ સાવજ ના માથા માં ઘાવ કર્યો ...
સાવઝ ત્યાંથી મુખી ને તેને કરેલા ઘાવ બદલ આભાર માની ...
અને મુખી એ કરેલા ઘાવ થી તેનું ઋણ પણ પૂરું થયું ..એમ માની ખુબ જ દુખ સાથે  ત્યાંથી પાછો જંગલ માં ચાલતો થયો.
    થોડા સમય પછી ફરી પાછો મુખી વન માં ગયો તો ત્યાં એજ વનરાજ ને જોયા ...તે દોડી ને તેની પાસે ગયો ..વનરાજ ને તેને કરેલા ઘાવ વિષે પુછવા લાગ્યો ...
     તો વનરાજે જવાબ આપ્યો ...ભૂંડા તે કુહાડો નો જે ઘાવ કર્યો હતો તે તો ક્યારનોય રુઝાઈ ગયો છે ..
પણ તે જે મને કુતરો કહી જે ઘાવ આપ્યો હતો ને તે ઘાવ ની પીડા મને આજ સુધી જીવવા દેતી નથી ....
           .....સુ બોધ  લે શો આ વાર્તા ઉપર થી ........
    
         
              ઝીભ   ઉપર થયેલા ઘાવ ઉપર રૂઝ જલદી  આવી જાય છે ..પરંતુ
                 ઝીભ   થી થયેલા ઘાવ પર રૂઝ ક્યારેય આવતી નથી ..          
  

कोई टिप्पणी नहीं:

एक टिप्पणी भेजें