જ્ઞાન શક્તિ અને તેનું જીવન માં મહત્વ .....
ખુબજ સરસ અને વિચારણીય ..વિષય છે ... અને આજે આ ..વિષય વિષે મને જયારે બોલવાની તક મળી છે ત્યારે ..પ્રથમ તો હું .જ્ઞાન અને શક્તિ ..બંને વિષે આપને થોડું .....જ્ઞાન એટલે કે કેળવણી ..અર્થાત શિક્ષા ...અને શક્તિ ...એટલે કે બળ ..તાકાત ..પ્રભાવ ...જ્ઞાન શક્તિ અર્થાત ..કેળવણી .. શિક્ષા .... નું બળ ..તાકાત ..પ્રભાવ ..
માણસની ઘણીખરી કેળવણી, મુખ્ય કેળવણી તો એના બચપણમાં જ પૂરી થાય છે. બાળકનું ચારિત્ર્ય ઘડાય છે તે તો મા-બાપના ખોળામાં, ઘર-આંગણની રમતોમાં અને શેરીના બાળગોઠિયાઓની સોબતમાં… બાળશિક્ષણતો છે માણસના હૃદયમાં ફૂટી નીકળતો શૂચિ વાત્સલયનો ફુવારો. બંગાળીમાં એક પંક્તિ છે : ‘પ્રિયતમ ખોકા રે આમાર’ અમારો પ્રિયતમ છે બાળક. બાળકની કેળવણીનું માધ્યમ શું, સાધન શું ? અહીં તો સાધન અને સાધ્ય એક જ છે. બાળકને આનંદ દ્વારા કેળવવાનું છે, અને કેળવણી દ્વારા એના-આનંદ-સ્વરૂપને વ્યક્ત થવા દેવાનું છે. (ઉમાશંકર જોશી)
શિક્ષણના ત્રણ પાયાના સિદ્ધાંતો છે. પહેલો એ છે કે બાળકને કંઈ જ શીખવી શકાતું નથી. તે બધું જ જાતે શીખે છે. શિક્ષણનું કાર્ય બાળકના મગજમાં કોઈ પણ ચીજ ઠોકી બેસાડવાનું નથી પણ માત્ર મદદનીશ અને માર્ગદર્શક બનવાનું છે. બીજો સિદ્ધાંત એ છે કે બાળકના વિકાસની બાબતમાં તેના અભિપ્રાયને સર્વોચ્ચ પ્રાધાન્ય આપવું જોઈએ. કોઈ વાલી અને શિક્ષક કોઈ વિદ્યાર્થીને બળજબરીથી કોઈ વિષય ભણાવવાની કોશિશ કરે તેનાથી બાળકના માનસને સુધારી ન શકાય તેવું નુકશાન થાય છે. ત્રીજો સિદ્ધાંત એ છે કે શિક્ષણમાં પ્રત્યક્ષ અનુભવને સૌથી વધુ મહત્વ આપવું જોઈએ. વિદ્યાર્થીને જે છે ત્યાંથી શરૂ કરી જે હોવું જોઈએ ત્યાં સુધી લઈ જાય તે જ ખરો માર્ગદર્શક. (શ્રી અરવિંદ)
કેળવણીનું પણ એવું છે. પહેલાં પ્રાથમિક કેળવણી બધાને મળતી. તેમાં પોતાના ધંધાનું સામાન્ય જ્ઞાન અને થોડું અક્ષરજ્ઞાન હતું. માધ્યમિક કેળવણીમાં માણસો ધંધાનું થોડું શાસ્ત્ર શીખતા; તેમાં સમાજમાં ભેગાં મળીને જીવવાની કેળવણી મળતી હતી. ઊંચી કેળવણીમાં સમાજથી પર જઈને આત્મા શું ? હું શા માટે જન્મ્યો ? મારી ફરજ શી ? હું ક્યાં જવાનો છું ? વગેરે જ્ઞાનનો સમાવેશ થતો હતો. જે આ ત્રણે પ્રકારમાંથી કોઈ પણ જાતની કેળવણી ન લે, તે અસંસ્કારી ગણાતો. જ્ઞાન લેવાની રીતો ત્રણ હતી: એક સેવા કરીને જ્ઞાન પ્રાપ્ત કરીને; બીજું પોતાનું જ્ઞાન આપીને-બીજા પાસેથી જ્ઞાન લઈને; ત્રીજું ધનને બદલે જ્ઞાન લઈને; આ ત્રીજી રીતે કનિષ્ઠ ગણાતી. વળી ઊંચી કેળવણી તો નિઃસ્વાર્થી પાસેથી મળી શકે. એવા ગુરુઓ પણ હતા કે, જે શ્રોત્રિય બ્રહ્મનિષ્ઠ કહેવાતા. શ્રોત્રિય એટલે સાંભળેલું બરાબર કહી બતાવે; એટલે કે જે સમજ્યા છે, તે બરાબર રીતે બીજાને સમજાવી શકે, અને બ્રહ્મનિષ્ઠ એટલે જે જ્ઞાન સાથે ઈશ્વરમાં, આત્મામાં તલ્લીન થયો હોય. આવા શ્રોત્રિય બ્રહ્મનિષ્ઠ ગુરુ પાસેથી ઉચ્ચ જ્ઞાન મેળવવા માટે શિષ્ય નમ્ર ભાવે હાથમાં સમિધ લઈને જતો. ગુરુ પવિત્ર જીવન જીવનારા હતા. અને તેમનામાં જ્ઞાન આપવાની આવડત પણ હતી.
બીજા વર્ગની કેળવણી-માધ્યમિક જ્ઞાન એટલે કે સેવા લે અને જ્ઞાન આપે. જેમ ઋતુપર્ણ રાજાને ત્યાં નળરાજા બાહુકવેશે રહ્યા હતાં. એક વખત ઋતુપર્ણને સ્વયંવરમાં જવાનું હતું અને અમુક સમયમાં જ પહોંચવાનું હતું, ત્યારે તેનો રથ હાંકનાર બાહુક સિવાય બીજો કોઈ ન હતો. બાહુક અશ્વવિદ્યામાં કુશળ છે, તેની રાજાને ખબર નહિ, પણ નિરુપાયે તેણે તેને લીધો. તેણે માંદલા ઘોડા લીધા. રાજા અકળાયો, પણ ઉપાય ન હતો. નળરાજાએ બાહોશીથી પવનવેગે રથ હાંક્યો; તેથી રાજા બહુ ખુશ થયો અને તેથી તેની અશ્વવિદ્યા વિષે તેને ખૂબ માન થયું. વચ્ચે એક ઠેકાણે તે વિસામો લેવા થોભે છે; ત્યાં રાજાએ નળને કહ્યું, ‘આ ઝાડ પર કેટલાં પાંદડાં હશે ? નળ કહે, એ કંઈ ગણી શકાય ખરાં ? રાજાએ પાન ગણીને કહ્યાં; એટલે નળને થયું કે, હું માનતો હતો કે, રાજાને કંઈ આવડતું નથી, પણ આ તો બહુ હોશિયાર છે. તેણે પૂછ્યું, કે તમે શી રીતે ગણ્યા તે મને શીખવો. રાજાએ કહ્યું કે આ માંદલા ઘોડાથી તેં રથ કેવી રીતે પવનવેગે હાંક્યો, તે મને શીખવ.’ આમ બન્ને અરસપરસ શીખવે છે. એવી રીતે જે પોતાનું જ્ઞાન બીજાઓને આપે અને બીજા પાસેનું જ્ઞાન પોતે મેળવે તે મધ્યમ પ્રકારનું જ્ઞાન થયું.
ત્રીજા પ્રકારનું એટલે કનિષ્ઠ પ્રકારનું જ્ઞાન એ કે દામ આપીને તે લે; પણ અંદરથી-હૃદયના ઊંડાણમાંથી પ્રેમનો ઊભરો આવે અને શિષ્યને તે વખતે ભણાવે, તેવું ભણતર મેળવનાર ભાગ્યશાળી ગણાય. આજે ઉચ્ચ કેળવણી તો ગઈ જ. મધ્યમ પ્રકારની કેળવણી પણ નહિ જેવી જ રહી છે; અને બધે કનિષ્ઠ પ્રકારની કેળવણી રહી ગઈ છે; એટલે સ્થૂળ કેળવણી રહી છે. જ્ઞાન મેળવવાનું ખરું સ્થાન હૃદયના ભાવ હોય છે. આજે એવા હૃદયના ભાવનું ભણતર ખોળ્યું મળતું નથી.
કૂવાનું પાણી હોય છે, તે કાઢ્યે ખૂટતું નથી. જેમ તેમાંથી પાણી કાઢો, તેમ વધુ નિર્મળ પાણી પૂરજોસથી બહાર આવે; કેમ કે તે પાણી પાતાળમાંથી આવે છે. પણ ટાંકુ ભરી રાખ્યું હોય, તેમાંથી પાણી ન વપરાય તો બગડી જાય અને વપરાય તો ખૂટી જાય. આજનું શિક્ષણ ટાંકાના પાણી જેવું છે. શિક્ષકો હડતાલ પાડે તો મા-બાપનું રૂંવાડું ય ફરકતું નથી કે મારો છોકરો જ્ઞાન વગરનો રહી જશે. આવી લાગણી કોઈને થતી નથી. ટાંકાની આવી કેળવણીને કારણે સદાચારી માણસોનો પાક અટકી ગયો. હિંદને એ બહુ ભારે નુકશાન થયું છે. સદાચારના જ્ઞાનથી વંચિત રહ્યા, તેની આપણને ભારે ખોટ પડી. આવી ઊંધી કેળવણી લેવા માટે પૈસા પણ ખૂબ વાપરવા પડે છે. અને જેની પાસે એટલા પૈસા ન હોય, તે એ ન લઈ શકે. એ રીતે બહુ જ થોડા એવી કેળવણી લઈ શકે છે.
આજે નિશાળમાં ગુરુ-શિષ્યના સંબંધો કેવા છે ? બન્ને જણ એકબીજાના હરીફો ન હોય, તેમ તેમની વચ્ચે કજિયા થાય છે. ગુરુ માટે શિષ્યને કંઈ માન નથી. શિષ્યના જીવન સાથે ગુરુને કંઈ સંબંધ નથી. તે પાંચ કલાક નિશાળમાં હાજર રહે એટલે કર્તવ્ય પૂરું થયું સમજે છે. એની નજર હંમેશ પગાર તરફ રહે છે. જ્યારે વિદ્યાર્થી ફી આપે છે, એટલે તે વર્ગમાં ગમે તેમ વર્તવાનો પરવાનો મેળવી લે છે. પહેલાં ગુરુને અને તેમના વિદ્યાર્થીઓને રાજા પણ માન આપતા. તેમના સ્વાગત માટે સામા જતા, આજે તો જ્ઞાન અંદર પેસી ન જાય એ માટે શિક્ષક લાકડી લઈ નિશાળને દરવાજે બેસતા ન હોય એવું લાગે છે ! આજે વિદ્યાર્થીનું જીવન તપાસીએ તો તેનું જીવન તેનાં મા-બાપના કે તેના ગુરુના જીવન સાથે સંબંધ વિનાનું થઈ ગયું છે.
અત્યાર નું જ્ઞાન વધારે પડતા ભાર રૂપ બની ગયુછે ..વધારે જ્ઞાની એટલે કે ભણેલા મિત્રો .હવે .પોતાના જ્ઞાન ના અભિમાન માં ખરે ખર તેનો સંકુચિત એટલે કે કુંઠિત ઉપયોગ કરી .. એક અલગ જ વ્યવસ્થા માં ઢળવા લાગ્યા છે ..જેમકે ///
આજે ગામડામાં જઈને જોઈએ તો શું જણાશે ? ખરા કામની મોસમ હશે, મા-બાપ બધાં કામમાં રોકાઈ ગયાં હશે, ત્યારે ગામમાં ભણેલો છોકરો નવરો ફરતો જણાશે અથવા અખાડામાં દાવ ખેલતો હશે. તે ઘરના કશાય કામમાં નથી આવતો. તે બહારથી ભણીને આવે છે એટલે તેને ઘરનું ખાવાનુંય નથી ભાવતું; તેથી તે ઘેર રહેવાનું જ પસંદ નથી કરતો. ઘેર મા-બાપ પેટે પાટા બાંધી મહેનત કરી, કંઈક કમાણી કરે છે, તો છોકરો શહેરમાં જઈ ઉડાવે છે, ઘરની આવકથી પૂરું નથી થતું, તો ચોરી કરે છે; કોઈને છેતરે છે પણ તે પોતાના મોજશોખમાં ખામી આવવા દેતો નથી. આવો વિદ્યાર્થી બીજાનાં દુઃખનો શી રીતે વિચાર કરી શકે ? કેમ કે તે પોતાની જ જરૂરિયાતોનો ભૂખ્યો હોવાથી દુઃખી છે. પોતાનું સહેજ પણ જ્ઞાન તે મફત શી રીતે આપી શકે ? કોઈને રસ્તો બતાવવો હશે તોય જો તે અભણ હશે, તો પંદર વાત કરશે અને જરૂર હશે તો થોડે સુધી મૂકી પણ આવશે; અને ભણેલાને જો કોઈ પૂછશે, તો તે આંગળીથી બતાવશે કે પેલે રસ્તે જાઓ, આગળ પૂછજો. આગળ કોઈ મળે એમ છે કે નહિ, તેનો વિચારેય નહિ કરે,
આજે તો મહેનત કરનારની કિંમત નથી અને લોકોને લૂંટવાની આવડતવાળો ડાહ્યો ગણાય છે. જો તક મળ્યે કોઈનો પૈસો પડાવી ન લીધો હોય, તો તે બાઘો ગણાય છે. યેન કેન પ્રકારેણ કમાઈ લાવે, તે ડાહ્યો ગણાય. ઓછામાં ઓછી મહેનતે વધુમાં વધુ કમાય તે હોશિયાર એટલે કે જ્ઞાની ગણાય ! આજે આપણે ક્યાં છીએ ?
ખરે ખર જ્ઞાન ને આપણે પચાવી શકીએ તો જ આપણે આ જ્ઞાન શક્તિ નો જીવન માં સદઉપયોગ કરી સર્વ નું કલ્યાણ થાય એવા કર્યો કરી શકીએ ...